નવી દિલ્લી: ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. અહીંયા બંને ટીમની વચ્ચે ત્રણ વન-ડે અને તેના પછી પાંચ ટી-20 મેચની સિરીઝ રમાશે. પહેલી વન-ડે મેચ શુક્રવારે રમાશે. તેમાં કેપ્ટન તરીકે ઉતરતાં જ શિખર ધવન ઈતિહાસ રચી દેશે. કેમ કે ધવન આ વર્ષે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળનારો 7મો કેપ્ટન હશે. એવામાં ભારતીય ટીમ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે કેપ્ટનનો ઉપયોગ કરનારી શ્રીલંકા ટીમના રેકોર્ડની બરોબરી કરી લેશે.
ટીમ ઈન્ડિયાની પાસે વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક:
આ વર્ષને પૂરા થવામાં હજુ પાંચ મહિના બાકી છે. એવામાં જો ટીમ ઈન્ડિયાને 8મો કેપ્ટન મળે છે તો શ્રીલંકા ટીમનો વર્લ્ડ રેકોર્ડ તૂટી જશે. ક્રિકેટ ઈતિહાસમાં કોઈ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે 7 કેપ્ટન બદલનારી ક્રિકેટ ટીમનો રેકોર્જ શ્રીલંકાની પાસે છે. જે તેણે 2017માં બનાવ્યો હતો. આ સિવાય ક્રિકેટના ઈતિહાસમાં ઝિમ્બાબ્વે, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ટીમ અત્યાર સુધી 6-6 કેપ્ટન યરમાં ઉપયોગ કરી ચૂકી છે.
એક વર્ષમાં સૌથી વધારે કેપ્ટનનો ઉપયોગ કરનારી ટીમ:
ભારત - 7* (2022)
શ્રીલંકા - 7 (2017)
ઝિમ્બાબ્વે - 6 (2001)
ઈંગ્લેન્ડ - 6 (2011)
ઓસ્ટ્રેલિયા - 6 (2021)
કઈ રીતે ટીમ ઈન્ડિયાના કેપ્ટન બદલાયા:
1. વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થતાં લોકેશ રાહુલને કેપ્ટનશીપ સોંપવામાં આવી. જોકે ત્રીજી ટેસ્ટમાં કોહલી જ કેપ્ટન હતો. અને સિરીઝ હાર્યા પછી તેણે કેપ્ટનશીપ છોડી દીધી હતી.
2. આફ્રિકા પ્રવાસે રોહિત શર્માની ગેરહાજરીમાં લોકેશ રાહુલે જ વનડે સિરીઝની કેપ્ટનશીપ સંભાળી હતી. ઈજામાંથી સ્વસ્થ થયા પછી રોહિત શર્માએ શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝમાં કેપ્ટનશીપ સંભાળી હતી.
3. આઈપીએલ પછી ટીમ ઈન્ડિયાને આયરલેન્ડના પ્રવાસે જવાનું હતું. અહીંયા રોહિત શર્મા, લોકેશ રાહુલ અને ઋષભ પંતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો. હાર્દિક આ વર્ષે ટીમનો પાંચમો કેપ્ટન રહ્યો.
4. પછી ઈંગ્લેન્ડના પ્રવાસે એજબાસ્ટન ટેસ્ટ પહેલા રોહિત શર્મા કોરોના પોઝિટિવ થયો. ત્યારે જસપ્રીત બુમરાહને ટેસ્ટની કમાન સોંપવામાં આવી. બુમરાહ ટેસ્ટમાં વાઈસ કેપ્ટન હતો.
5. હવે વેસ્ટઈન્ડિઝન પ્રવાસે ત્રણ વન-ડે મેચની સિરીઝ માટે શિખર ધવનને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ધવન આ વર્ષે 7મો કેપ્ટન હશે. જોકે ધવન પહેલાં પણ કેપ્ટનશીપ કરી ચૂ્ક્યો છે. ગયા વર્ષે શ્રીલંકા પ્રવાસે ધવને કેપ્ટનશીપ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે